દેશના સરેરાશ 88 ટકા ભારતીયોને આગામી પાંચ વર્ષમાં આવક અને ખર્ચ વચ્ચેના અસંતુલનનો ડર સતાવી રહ્યો છે. જીવન વીમા કંપની દ્વારા કરવામાં આવેલા સરવે અનુસાર 35 ટકા લોકો માટે નોકરી ગુમાવવીએ સૌથી મોટી નાણાકીય અનિશ્ચિતતા છે.
34 ટકા લોકોએ કહ્યું કે તેઓ કામ પર ટેક્નોલોજીના વધતા જતા પ્રભાવને લઈને ચિંતિત છે, ખાસ કરીને એઆઇ ટેક્નોલોજીથી. સર્વેમાં સામેલ 39.69 ટકા મહિલાઓ અને 45.22 ટકા પુરૂષો માને છે કે શિક્ષણનો વધતો ખર્ચ તેમના માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.