અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા હશે. છેલ્લા T20 વર્લ્ડ કપ બાદ તે પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમશે.
રોહિત ઉપરાંત વિરાટ કોહલી પણ 14 મહિના પછી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે. શુભમન ગિલને પણ ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ઋતુરાજ ગાયકવાડને બાકાત રાખવામાં આવ્યા છે. તે બધાને તેમની ઈજામાંથી સાજા થવામાં સમય લાગશે. ટીમ ઈન્ડિયા પ્રથમ T20 મેચ મોહાલીમાં રમશે. બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમશે.
T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે 11 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણી મહત્વપૂર્ણ છે. જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની આ છેલ્લી બાઇલેટરલ સિરીઝ છે.