અમેરિકન એસ્ટ્રોનૉટ માઇક મેસિમિનોના મતે ખુશી અન્ય ગ્રહ પર જવાથી મળતી નથી. બાળકોના ઉછેરને જોઇને, જીવનસાથી સાથે પળો વિતાવવાથી પણ ખુશ રહી શકાય છે. જોકે માઇક દરેક સમયે એવું વિચારતા નથી. એક સમય હતો જ્યારે તેમને દરેક વસ્તુથી ફરિયાદ હતી.
ન્યૂયોર્કનું હવામાન પણ તેમને પરેશાન કરતું હતું. પરંતુ અંતરિક્ષ યાત્રાએ તેમના દૃષ્ટિકોણને જ બદલી નાખ્યો છે. હવે ભેજ પણ તેમને પરેશાન કરતો નથી. પોતાના પુસ્તક, ‘મૂનશોટ: એ નાસા એસ્ટ્રોનૉટ્સ ગાઇડ ટૂ અચીવિંગ ધ ઇમ્પૉસિબલ’માં તેમણે ખુશી મેળવવાની રીત દર્શાવી છે, જે આ રીતે કારગર છે.
1. સકારાત્મક સંવેદનાઓને અનુભવો: માઇકના જીવનના આ બદલાવને ‘રસાસ્વાદન’ કહે છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રો. પેટ્રિક હેરિસન કહે છે કે તે સકારાત્મક વસ્તુ પ્રત્યે જાગૃત થવાની પ્રક્રિયા છે. પોતાની ઇન્દ્રિયો પર ફોકસ કરો અને સ્વયંને પૂછો - હું આ પળે કઇ સકારાત્મક સંવેદના અનુભવું છું. આ પળ શા માટે ખાસ છે? ડૉ. હેરિસને એક ઉદાહરણ મારફતે સમજાવ્યું - હું હાલમાં જ પિતા બન્યો છું. પત્ની હોસ્પિટલમાં હતી, તો નર્સે તેમના રૂમમાં લાઇટની સીરિઝ લગાવી હતી. પ્રસવપીડા દરમિયાન દરેક પળે પત્નીનો હાથ પકડ્યો હતો, આ અમારા જીવનની સૌથી યાદગાર પળ હતી.
2. કેટલીક પળો માટે દૂર થઇ જાવ: લોયોલા યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક ફ્રેડ બ્રાયન્ટ કહે છે કે હું જ્યારે કોઇ ખાસ પાર્ટીમાં સામેલ થઉં છું તો તે દરમિયાન કેટલાક સમય માટે તેનાથી દૂર થઇ જાઉં છું. દૂરથી પરિવારજનોને ખુશ નિહાળું છું. બ્રાયન્ટના મતે આ થોડાક ક્ષણોની દૂરીથી જીવનની એક યાદગાર પળ મળે છે.
3. પ્રિયજનો સાથે આનંદ માણો: જો તમને કોઇ ખુશખબર મળે છે તો પ્રિયજનો સાથે શેર કરીને આનંદ માણો. ડૉ. હેરિસન કહે છે કે દરેક પળને જીવવાની આ રીતને સુખનું મૂડીકરણ કહે છે. તે સકારાત્મક ભાવનાઓને લાંબા સમય સુધી વધારવામાં મદદ કરી શકે છે. હેરિસન સારા સમાચાર હંમેશા પોતાની બહેન કે મિત્ર સાથે શેર કરે છે.