Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર-12 મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન જ બનાવી શકી હતી. તેમને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

કાંગારૂ ટીમ તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. તેણે 32 બોલની આ તોફાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તો મિચેલ માર્શે 30 બોલમાં 45 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નવીન-ઉલ-હકે ત્રણ અને ફઝલહક ફારૂકીએ બે વિકેટ લીધી હતી. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનને એક-એક સફળતા મળી હતી.

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 23 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેના બેટમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 208.69 હતો.