આજે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરાશે તેમજ 12.30 વાગ્યે મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
2 વાગ્યે મેચ શરૂ થશે
સ્ટેડિયમના ગેટ 10.00 વાગ્યે ખૂલશે અને દર્શકો માટે એન્ટ્રી શરૂ થશે. 12.30 વાગ્યાથી મનોરંજન કાર્યક્રમ, 1.30 વાગ્યે ટોસ થશે અને 2 વાગ્યે મેચ શરૂ થશે.
ટિકિટ, મોબાઇલ, પર્સ, ચશ્માં, કેપ, જરૂરી દવા, લાકડી વગરના ઝંડા લઈ જઈ શકશો. ફટાકડા, પાણીની બોટલ, લેપટોપ/આઇપેડ, ઇલેક્ટ્રિક સિગારેટ, સૉફ્ટ ડ્રિંક, માચીસ, લાઇટર, છત્રી, હેલ્મેટ, પાવરબેન્ક, સેલ્ફી સ્ટિક, લેસર લાઇટ અને હોર્ન સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહીં.
કોઈપણ મેટ્રો સ્ટેશનથી તમે સ્ટેડિયમની તદ્દન નજીક પહોંચી શકો છો. મેટ્રો સિવાય દર 12 મિનિટમાં BRTS અને AMTSની બસો પણ ઉપલબ્ધ રહેશે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું રહેશે. આઇકાર્ડ માગવામાં આવે તો દર્શાવવાનું રહેશે. મેચ પૂરી થયા પછી ટ્રાફિક ભારે રહેશે, તેથી મેચ પૂરી થતાં જેટલું જલદી શક્ય બને નીકળવું. રાત્રે 1.30 વાગ્યા સુધી લોકલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ છે.