મીરપુરમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટના ત્રીજા દિવસની મેચ શરૂ થઈ ગઈ છે.બાંગ્લાદેશે 2 વિકેટે 39 રન બનાવ્યા છે. શાકિબ અલ હસન અને ઝાકિર હસન ક્રીઝ પર છે.
મોમિનુલ હક અને નજમુલ હસન શાન્તો 5-5 રન બનાવીને આઉટ થયા હતા. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.
ભારતનો પ્રથમ દાવ 314 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા.
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની વિકેટો આ રીતે પડી
પ્રથમ: અશ્વિને નજમુલ હસન શાન્તોને એલબીડબ્લ્યુ કર્યો.
બીજી: 13મી ઓવરમાં, સિરાજનો બોલ મોમિનુલ હકના બેટની બહારની કિનારી લઈને પંતના હાથમાં ગયો હતો.
બાંગ્લાદેશ સામે મીરપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગના આધારે 87 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ 314 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રિષભ પંતે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 87 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને શાકિબ અલ હસને 4-4 વિકેટ ઝડપી હતી.
જવાબમાં બાંગ્લાદેશે બીજા દિવસે સ્ટમ્પ સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 7 રન બનાવી લીધા છે. આ રીતે ભારત પાસે હજુ પણ 80 રનની લીડ છે.
ભારત તરફથી પંત અને અય્યર ઉપરાંત વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ 24-24 રન ઉમેર્યા હતા. શુબમન ગિલ 20 અને કેપ્ટન કેએલ રાહુલ 10 રન બનાવીને આઉટ થયા હતા. પ્રથમ દિવસે બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 227 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.