જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ કરેલા હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો નિર્ણય લેતા જ પાકિસ્તાનના રાજનેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લાજવાને બદલે ગાજતા કહ્યું હતું કે, સિંધુ નદીમાં કાં તો પાણી વહેશે કાં ભારતીયોનું ખૂન વહેશે. બિલાવલના આ નિવેદન બાદ ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરતા જ બિલાવલ ભુટ્ટો બિલબિલાવી ગયો છે. મેં તેને કહ્યું કે, ભાઈ અમે ધમકીથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે અનેક એવા નિર્ણયો લીધા છે કે જેનાથી પાકિસ્તાની નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. તેમાંનો એક નિર્ણય છે સિંધુ જળસંધિને સ્થગિત કરવાનો. આ નિર્ણય બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઝેર ઓકતા કહ્યું હતું કે, સિંધુ નદીમાં કાંતો પાકિસ્તાનનું પાણી વહેશે કાં ભારતીયોનું ખૂન.
બિલાવલના ઝેર ઓકતા નિવેદન બાદ સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બિલાવલને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. પાટીલે કહ્યું હતું કે, અમે ધમકીઓથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.