ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ હાજર હતી. આ જર્સી પ્રખ્યાત જર્મન સ્પોર્ટસવેર કંપની એડિડાસે બનાવી છે.
ટીમ ઈન્ડિયાની અગાઉની જર્સી સંપૂર્ણપણે બ્લુ હતી અને તેમના ખભા પર ત્રણ એડિડાસ પટ્ટાઓ હતી. આ વખતે ખભા પરની ત્રણ એડિડાસ પટ્ટાઓને તિરંગાનો શેડ આપ્યો છે. આ જર્સીનો વાદળી રંગ અગાઉની જર્સી કરતા થોડો હળવો છે પરંતુ તેની બાજુઓ પર ઘાટો રંગ આપવામાં આવ્યો છે.
BCCIએ નવી જર્સીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને X પર શેર કર્યો છે. હરમનપ્રીત કૌરે નવી જર્સી વિશે કહ્યું, 'મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી. હું તેના દેખાવથી ખૂબ જ ખુશ છું. ખાસ કરીને ખભા પર તિરંગો છે.'