Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે જિયો પોલિટિકલ ઇશ્યુ, વધતી મોંઘવારી, સ્લોડાઉન જેવા અનેક કારણો વચ્ચે પણ વિશ્વની મોટાભાગની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો કરવામાં આવ્યો છે. RBI સહિતની દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાનો ભંડાર વધારવામાં આવ્યો છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં RBIએ 399.3 ટન સોનાની ખરીદી કરી હતી. જે ગત વર્ષના સમાન ક્વાર્ટર દરમિયાન ખરીદાયેલા 90.6 ટન સોનાની તુલનાએ 4.4 ગણી વધું છે. આ એક દાયકાથી પણ વધુ સમયમાં કોઇ એક ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કોની સૌથી મોટી ગોલ્ડ ખરીદી છે.


વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ડિમાન્ડ ટ્રેંડસ રિપોર્ટ અનુસાર, 2022ના પહેલા નવ મહિનામાં સેન્ટ્રલ બેન્કોની સોનાની માંગ વધીને 673 ટન થઇ છે. જે વર્ષ 2018માં 656.6 ટન સોનાની રેકોર્ડ ખરીદદારીથી પણ 2.5% વધુ છે. જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન પણ ભારતીય રિઝર્વ બેન્ક ત્રીજા ક્રમાંકે હતી. RBIએ એપ્રિલ 2020 થી લઇને સપ્ટેમ્બર 2022ની વચ્ચે સૌથી વધુ 132.4 ટન ખરીદી કરી હતી.