Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ ઘટીને 5.4% થઈ ગઈ છે. સાત ક્વાર્ટરમાં આ સૌથી ધીમી વૃદ્ધિ છે. અગાઉ, 2023ના ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 4.3% હતી. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં (Q2FY24) તે 8.1% હતો. છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે Q1FY25માં તે 6.7% હતો.


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GVA 5.6%ના દરે વધ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં GVA વૃદ્ધિ 7.7% હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 6.8% હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે જીડીપી વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસે આજે 29 નવેમ્બરે જીડીપી ડેટા જાહેર કર્યો.