ઉપલેટા શહેરમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ સૂત્રોચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૃહ મંત્રી પદે અમિત શાહ રાજીનામું આપી દે તેવી માગણી કરી છે. નોંધનીય છે કે ગૃહમંત્રીએ જે વક્તવ્ય આપ્યું તેમાં આંબેડકર વિશેના તેમનું કથન તેમના હોદા કે દરજ્જાને અનુરૂપ નથી. તેમણે કરેલા શબ્દો ગેરવાજબી છે.
સ્વયં સૈનિક દળના સભ્યોએ આપેલા આવેદનમાં જણાવાયું છે કે રાજ્યસભાના સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જે વક્તવ્ય આપ્યું હતું જે બાબતે અમારો પણ વિરોધ છે અને તેના અનુસંધાને સભ્યો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ધસી ગયા હતા અને આવેદન આપી ગૃહમંત્રીપદેથી અમિતશાહનું રાજીનામું લઇ લેવું જોઇએ તેવી માગણી કરી હતી, એટલું જ નહીં, તેમને પક્ષમાંથી પણ કાઢી નાખવા જોઈએ તેવી માંગણી કરતી લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમિત શાહે આપેલા નિવેદન આપ્યા બાદ વિરોધનો વંટોળ ચાલુ થયો છે ત્યારે ઉપલેટામાં આંબેડકરના પ્રતિમાથી લઈને મામલતદાર કચેરી સુધી સભ્યોએ વિવિધ બેનરો, સૂત્રો સાથે રેલી યોજી હતી અને પોતાનો પણ વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઇએ તેવી માગણી કરી હતી.