Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય શેરમાર્કેટ માટે આગામી ત્રણ ફેક્ટર મહત્વના સાબીત થશે જેમાં કોર્પોરેટ પરિણામો, કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની પોલિસી બજારની નવી ચાલ નક્કી કરશે. બજેટમાં રાહતની અપેક્ષાઓ ઘણી છે. રોકાણકારો, સામાન્ય નાગરિકો, ઉદ્યોગપતિઓ દરેકની નજર આવનારા બજેટ પર કેન્દ્રિત છે. સરકાર ડાયરેક્ટ અને ઇન-ડાયરેક્ટ ટેક્સમાં રાહત બજાર માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત નવા વેરાની સંભાવના નહિંવત્ છે. જીએસટીની સરકારને સારી આવક થઈ રહી છે. ઉપરાંત ક્રૂડના ભાવો અંકુશમાં છે. જેને લઈને પણ બજેટમાં રાહતની અપેક્ષા બજારમાં જોવાય રહી છે. 2024ના વર્ષ દરમિયાન સરકારને જીએસટી દ્વારા સરેરાશ 21.54 લાખ કરોડની જંગી આવક થઇ છે.


કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ થશે પરંતુ ખાસ કોઈ સારા પરિણામોની શક્યતા બજારનો અમુક વર્ગ નકારી રહ્યો છે. આરબીઆઈની દ્વિ-માસિક બેઠકના પરિણામો પર પણ બજારની નજર છે. વ્યાજદરોમાં ઘટાડો તેવી સંભાવના છે. વ્યાજદરો 0.25 બીપીએસનો ઘટાડો પણ બજાર માટે ફાયદાકારક સાબિત થશે. માર્કેટ એનાલિસ્ટ પરેશ વાઘાણીએ જણાવ્યું કે જાન્યુઆરીનું છેલ્લું અને ફેબ્રુઆરીનું પ્રથમ સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે.

વીક્લી એક્સપાયરી બંધ થતા બ્રોકરોની રેવન્યુ ઘટી વિકલી એક્સપાયરી બંધ થવાથી બ્રોકરો ને બ્રોકરેજ આવકમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. રેવન્યુ ઘણી ઘટી ગઈ છે. નાના-નાના સબબ્રોકરો ને 40% સુધીનો ઘટાડો રેવન્યુમાં જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં ડોલરની ચાલ એટલે કે આપણી કરન્સી ક્યાં સુધી જાય છે તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. રૂપિયો મજબૂત થશે તો તે પણ શેરબજાર માટે મહત્વનું રહેશે.