વૈશ્વિક સ્તરે એક તરફ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અબજો ડોલરનું ધોવાણ થયું છે ત્યારે બીજી તરફ ભારત સરકાર અને RBIના સાવચેતીભર્યા અભિગમથી ભારત આટલા જંગી નુકસાનથી બહાર રહેવામાં સફળ રહ્યું છે. RBIએ ક્રિપ્ટોકરન્સીને વ્યાખ્યાયિત કરવા માટે ઇનકાર કર્યો હતો તેમજ તેમાં ટ્રેડિંગ ન કરવા માટે અનેકવાર ચેતવણી પણ જારી કરી હતી અને સરકારે તેની માંગને ઘટાડવા માટે ટેક્સનો વિકલ્પ અપનાવ્યો હતો.
વર્ષ 2021માં 3 ટ્રિલિયન ડોલરની વેલ્યુએશન ધરાવતું ક્રિપ્ટોકરન્સી માર્કેટ માત્ર 1 વર્ષના સમયગાળામાં ક્રિપ્ટો મેલ્ટડાઉનને કારણે ઘટીને માત્ર 1 ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું છે. જંગી નુકસાનથી પણ ભારતીય રોકાણકારો સલામત રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંદીને કારણે બહામાસ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ FTXઅએ દેવાળિયું ફૂંક્યું હતું.FTXના પતનને કારણે તેના સહ સ્થાપક સેમ બેન્કમેન ફ્રાઇડની 16 અબજ ડોલરની સંપત્તિ શૂન્ય થઇ ચૂકી છે જે ઇતિહાસમાં સૌથી વધુ સંપત્તિનો વિનાશ રહ્યો છે.