Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

UPના આઝમગઢમાં દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. અહીં કૂવામાં 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહને 5 ટુકડામાં કાપીને ફેંકવામાં આવ્યો છે. રેપ કરી યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે.

આ મામલો આઝમગઢના અહીરૌલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પશ્ચિમ પટ્ટી ગામની ગૌરી કા પુરાનો છે. અહીં રસ્તાની બાજુમાં એક કૂવો છે. મંગળવારે કૂવામાંથી દુર્ગંધ આવતાં લોકોએ અંદર જોયું તો મૃતદેહ મળ્યો. પોલીસને સૂચના મળતાં કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહની ઓળખ થઈ શકી નથી.

કૂવામાંથી કાઢવામાં આવેલો મૃતદેહ પાંચ ટુકડામાં મળ્યો. યુવતીના હાથ-પગ કાપીને અલગ-અલગ કરવામાં આવ્યા છે. માથું હજુ સુધી મળ્યું નથી. એક હાથમાં કડું અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલી છે. યુવતીના રેપની આશંકા વર્તાઈ રહી છે.

પોલીસે ઘટનાસ્થળે ડોગ-સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવી. મૃતદેહ 2 દિવસ જૂનો જણાઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે યુવતીને બીજે ક્યાંય મારીને અહીં ફેંકવામાં આવી છે. એસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે ટીમે પુરાવા એકત્ર કર્યા છે. તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.