Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિલ્હી કેપિટલ્સે IPLમાં સતત ચોથી જીત નોંધાવી છે. ગુરુવારે ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હી તરફથી કેએલ રાહુલે મેચ વિનિંગ 93* રન બનાવ્યા. DC માટે કુલદીપ યાદવ અને વિપરાજ નિગમે 2-2 વિકેટ લીધી.


દિલ્હીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. બેંગલુરુએ 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા. દિલ્હીએ 17.5 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. RCB તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી. ટિમ ડેવિડ અને ફિલ સોલ્ટે 37-37 રન બનાવ્યા.

14મી ઓવરમાં કેએલ રાહુલે યશ દયાલ સામે એક સિંગલ લીધો. આ સાથે તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. રાહુલને પાવરપ્લેમાં જ બેટિંગ કરવા માટે ઉતરવું પડ્યું.