Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ડ્રોન એટેકની ઘટનાઓ બાદ હવે ડ્રોનથી સૌ કોઈ સારી રીતે પરિચિત છે. યુદ્ધમાં ડ્રોનની સંહારક ક્ષમતાની ઝલક જોવા મળી હતી. જોકે રાજકોટ હવે આ જ ટેક્નોલોજીનો ઉપયોગ સુરક્ષા અને નિરીક્ષણના ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે કરી રહ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી ડૉ. એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળાએ એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. માઇક્રો સર્વેલન્સ નામના આ ડ્રોન દ્વારા GPS વગર પણ ઇન્ડોર કે આઉટડોર સર્વેલન્સ કરી શકાય છે. આ ડ્રોન ચોક્કસ રૂટ પર ઓટોમેટિક સર્વે કરે છે.

રાજકોટ રંગીલું શહેર ગણાય છે અને નવા સંશોધન કે ટેક્નોલોજીકલ સિદ્ધિની વાત આવે ત્યારે પણ રાજકોટ હંમેશાં અગ્રેસર રહે છે. અગાઉ ડિફેન્સ ઇક્વિપમેન્ટના ઉત્પાદન માટે જાણીતું બનેલું રાજકોટ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. રાજકોટની એક ખાનગી કંપનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિજ્ઞાન પ્રયોગશાળા સાથે મળીને અનોખા માઈક્રો સર્વેલન્સ ડ્રોનની ડિઝાઇન અને વિકાસ કર્યો છે. આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન ઓટોનોમસ ટેક્નોલોજીથી સજ્જ છે, જે તેને પરંપરાગત ડ્રોનથી અલગ પાડે છે.