ભારતમાં નીચલા સ્તરેથી વધી રહેલી સ્વીકાર્યતાને કારણે ક્રિપ્ટો એક્સેચેંજીસ એવી વપરાશકર્તા લક્ષી પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે જે કરોડો લોકોને માર્કેટમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવે છે. પ્લેટફોર્મ હવે લઘુત્તમ રોકાણ સાથે શક્ય બને છે, જે ક્રિપ્ટોમાં 100 જેટલી રકમ સાથે સાથે પ્રવેશવાનું સરળ બનાવે છે. માર્કેટની અસ્થિરતાને ધ્યાનમાં રાખતા વધુને વધુ ભારતીયો જોખમ મુક્ત પ્રોડક્ટ્સ જેમ કે ક્રિપ્ટો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) તેમના રોકાણના પોર્ટફોલિયોમાં ઉમેરી રહ્યા છે.
SIPs પૂર્વનિર્ધારિત વિરામે ક્રિપ્ટો એસેટ્સમાં નિશ્ચિત રકમનું નિયમિત રોકાણ કરવાનો શિસ્તબદ્ધ અભિગમ રજૂ કરે છે. SIPsમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહિત પરંપરાગત માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટનો મૂળભૂત ઘટક છે તેવો નિર્દેશ કોઇન ડિસીએક્સના ઇવીપી મિનાલ ઠુક્રાલે દર્શાવ્યો હતો. જે ક્રિપ્ટો રોકાણ વિકલ્પો રજૂ કરતા હોય તેવા વિશ્વસનીય SIP સર્વિસ પ્રદાતાની પસંદગી કરવી આવશ્યક છે. એવા એક્સચેંજની તપાસ કરો જે વપરાશકર્તા લક્ષી હોય, સલામત હોય અને ભારતમાં રેગ્યુલેટરી જરૂરિયાતોનું પાલન કરતા હોય. એક્સચેંજ FIU-INDમાં નોંધાયેલ સાહસ હોવું જોઇએ.
રેગ્યુલેટરી માર્ગદર્શિકા અનસાર નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયા કરો. તેમાં ખાસ કરીને તમારા ઓળખ દસ્તાવેજો અને તમારી ઓળખની ચકાસણીનો સમાવેશ થાય છે. નોંધણી અને KYC પૂર્ણ કર્યા પછી, આગળનું પગલું એ રોકાણ કરવા માટે ક્રિપ્ટો એસેટ્સ પસંદ કરવાનું છે અને તમે તમારી SIP માટે ફાળવવા માંગો છો તે રોકાણની રકમનો ઉલ્લેખ કરો.
ઉપરાંત, તમારા SIP રોકાણનો દિવસ અને ફ્રીક્વન્સી કાળજીપૂર્વક પસંદ કરવી મહત્વપૂર્ણ છે. તમારી રોકાણ વ્યૂહરચના અને નાણાકીય ધ્યેયોના આધારે જે તે વ્યક્તિ વ્યક્તિ સામાન્ય રીતે દૈનિક, સાપ્તાહિક, માસિક અથવા ત્રિમાસિક SIP જેવા વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે. જે તમારા બજેટ અને રોકાણના ઉદ્દેશ્યો સાથે સંરેખિત હોય તેવો એક શેડ્યૂલ સેટ કરો.