Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એજ્યુકેશન લોનના બાકી લેણાનું પ્રમાણ વધીને 8 ટકા થઈ જતા બેન્કો સતર્ક બની છે. હવે સરકારી બેન્કોએ એજ્યુકેશન લોન માટે આનાકાની શરૂ કરી છે. તેનાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ આગળ વધારવા માટે લોન મળવી મુશ્કેલ બની છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર વર્તમાન નાણા વર્ષમાં જૂન ક્વાર્ટરના અંત સુધીમાં સરકારી સહિતની બેન્કોની કુલ એનપીએ 7.82 ટકા હતી. આ રકમ આશરે 80,723 કરોડ રૂપિયા છે. 23.30 લાખથી વધુ લોકોએ એજ્યુકેશન લોન લીધી છે.


આરબીઆઈના રિપોર્ટ અનુસાર દેશમાં 90 ટકા એજ્યુકેશન લોન સરકારી બેન્કો દ્વારા આપવામાં આવે છે. એજ્યુકેશન લોનના બાકી લેણામાં ખાનગી બેન્કોનો હિસ્સો 7 ટકા છે અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનો હિસ્સો 3 ટકા છે. એક સરકારી બેન્કના અધિકારીના જણાવ્યા પ્રમાણે એનપીએના ઊંચા પ્રમાણને કારણે એજ્યુકેશન લોન મંજૂર કરવામાં બેન્કો ઢીલાશ રાખી રહી છે. એનપીએ વધવાના કારણે બેન્કો કેટલીક લાયક અરજદારોને પણ લોનનો ઈનકાર કરી રહી છે.

RBIએ એનપીએ પર ચિંતા દર્શાવી કોરોના મહામારી, મોંઘવારી અને બેરોજગારીમાં વધારાને કારણે છેલ્લા વર્ષોમાં બેન્કોની એજ્યુકેશન લોનની એનપીએમાં વધારો થયો છે. ચિંતાની વાત એ છે કે તેના કારણે ઉચ્ચ શિક્ષણ માટે બેન્ક લોન વિકાસમાં અવરોધ પેદા કરી શકે છે. આરબીઆઇએ પોતાના રિપોર્ટમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.