દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની કુશળ પ્રવાસીઓની શોધમાં છે. જર્મની સરકારે દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા કુશળ વ્યવસાયિકો માટે તેના દરવાજા ખોલવા તૈયાર છે. આ દિશામાં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારત સહિત અન્ય દેશોના કુશળ કામદારોના ઈમિગ્રેશન નિયમોમાં સુધારો કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ કાયદો ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે જર્મનીમાં ઓછામાં ઓછી આઠ વર્ષની રહેઠાણની જરૂરિયાતને ઘટાડીને પાંચ વર્ષ કરે છે. વીસાના નિયમોમાં સુધારો થતા ઈમિગ્રન્ટ્સ ખૂશ છે. જર્મન લોજિસ્ટિક કંપની DHLના સત્ય એસ કહે છે, આ ડ્રાફ્ટને લઈને ઉત્સાહિત છું. હું અહિંના ભાષા શીખ્યા પછી અને મારી ડિગ્રી મેળવ્યા પછી જર્મન નાગરિકત્વ લેવા માગુ છું. મને આશા છે કે, હવે આ સપનું જલ્દી પૂરૂ થશે.
યુરોપિયન પછી જર્મનીમાં સૌથી વધુ ભારતીયો આવ્યા
ઈન્સ્ટીટ્યૂટ ઓફ એમ્પ્લોયમેન્ટ રિસર્ચ અનુસાર, જર્મનીને દરવર્ષે 4 લાખ કુશળ વ્યવ્સાયિકોની જરૂર છે. જર્મનીમાં ગયા વર્ષે 19 લાખ લોકો બીજા દેશમાંથી આવ્યા હતા. તેમાંથી 16 લાખ યુરોપીય સંઘના દેશ હતા. એટલે લગભગ 3 લાખ લોકો યુરોપની બહારથી આવેલા હતા. નવો કાયદો જર્મનીમાં બેવડી નાગરિકતાને સરળ બનાવે છે. તેવામાં આઈટી કુશળ ભારતીયો માટે સારી તક છે.
મોટા પાયે ડિજિટાઇઝેશનને કારણે આઇટીમાં વધુ નોકરીઓ
જર્મનીને ડિજિટાઇઝેશનની જરૂર છે, જેમાં નોકરીની તક છે. અહિંયા જૂના કોમ્પ્યુટર વાળા સ્કૂલ, ફેક્સ મશીન પર નિર્ભર કર્મચારીઓ છે. 2020 EU ડિજિટલ ઈકોનોમી અને સોસાયટી ઈન્ડેક્સમાં જર્મની 28 EU દેશોમાંથી 21મા ક્રમે હતું.