દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રવિવારે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે કહ્યું - 'દરેકને નમસ્કાર... દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય સમુદાય વતી, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આપ સૌને શુભકામનાઓ.'
આ 33 વર્ષના સ્પિનરે વીડિયોમાં કહ્યું- 'ભગવાન તમને બધાને શાંતિ અને સંવાદિતા આપે.' મહારાજનો આ વીડિયો ભારતીય ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
મહારાજ તેમના ભારતીય પ્રવાસ દરમિયાન મંદિરોમાં પૂજા કરતા જોવો મળે છે
કેશવ મહારાજ ઘણીવાર મંદિરોમાં પૂજા કરતા જોવા મળે છે. તાજેતરમાં કેશવ મહારાજે ભારતના મંદિરોમાં પૂજા કરી હતી. વર્લ્ડ કપ પહેલા તેણે શ્રી પદ્મનાભેશ્વર મંદિરમાં ભારત માટે પૂજા અર્ચના કરી હતી.