Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રને જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂટન્ટ શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન દઈને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે બે બેટર્સ રનઆઉટ થયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 25 બોલમાં 28 રન કર્યા હતા. વાનિન્દુ હસરંગા (21 રન 10 બોલમાં) અને ચમિકા કરુણારત્ને (23* રન 16 બોલમાં)એ પોતાની ટીમને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યા નહોતા. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

પહેલી: શિવમ માવીએ ક્લાસિક ઇનસ્વિંગર નાખતા પથુમ નિસાંકાને 1 રને આઉટ કર્યો હતો. તેણે પોતાની પહેલી જ ઓવર કરિયરની પહેલી વિકેટ ઝડપી હતી.
બીજી: ધનંજય ડી સિલ્વા સંજુ સેમસનના હાથે માવીની બોલિંગમાં કેચ આઉટ થયો હતો.
ત્રીજી: ઉમરાન મલિકે ફાસ્ટ બોલ નાખતા તેને અસલંકા મારવા માગતો હતો. તેમાં એડ્જ વાગતા ઈશાન કિશને રનિંગ કેચ કર્યો હતો.
ચોથી: મેન્ડિસ હર્ષલના શોર્ટ વાઇડ બોલને કટ કરવા માગતો હતો, પરંતુ બોલ ડીપ કવર પર ઉભેલા સંજુ સેમસનના હાથમાં ગયો હતો અને તે આઉટ થયો હતો.
પાંચમી: ભાનુકા રાજપક્ષે હર્ષલ પટેલના લેન્થ બોલને મિડ-ઓફ તરફ રમવા માગતો હતો, પરંતુ બોલ તેટલો આગળ ન ગયો અને કેપ્ટન પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો.
છઠ્ઠી: શિવમ માવીએ ત્રીજી વિકેટ ઝડપી હતી. તેણે હસરંગાને 21 રને આઉટ કર્યો હતો. હસરંગા મિડ-ઑન પરથી શોટ મારવા ગયો, પરંતુ હાર્દિકે કેચ કરી લીધો હતો.
સાતમી: ઉમરાન મલિકે ખરા સમયે વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યો હતો. શનાકા કવર ઉપરથી શોટ ફટકારવા ગયો હતો. પરંતુ ત્યાં ઊભેલા ચહલે કેચ કરી લીધો હતો, અને શનાકા 27 બોલમાં 45 રન કરીને આઉટ થયો હતો.
આઠમી: ડેબ્યૂટન્ટ શિવમ માવીએ ચોતી વિકેટ ઝડપતા તેણે મહિશ થિક્સાનાને આઉચ કર્યો હતો. થિક્સાના મિડ-ઑફ ઉપરથી છગ્ગો મારવા ગયો, પરંતુ ત્યાં ઊભેલા સૂર્યકુમાર યાદવે કેચ કરી લીધો હતો.
નવમી: કસુન રજીથા દીપક હુડાના હાથે રનઆઉટ થયો હતો.
દસમી: દિલશાન મદુશંકાને દીપક હુડાએ ઇનિંગ્સ છેલ્લા બોલે રન આઉટ કર્યો હતો.

અગાઉ શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ દીપક હુડાએ 23 બોલમાં 41 રન કર્યા હતા. તો ઈશાન કિશને 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે સારું ફિનિશિંગ કરતાં 20 બોલમાં 31 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકા, વાનિન્દુ હસરંગા, મહિશ થિક્સાના, ચમિકા કરુણારત્ને અને ધનંજય ડિ સિલ્વાએ 1-1 વિકેટ મળી હતી.