હોકી એશિયા કપના સુપર-4માં ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની મેચ ડ્રો રહી. બુધવારે બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કોર 2-2થી બરાબર રહ્યો.
ત્રીજા ક્વાર્ટર સુધી 2-1થીપાછળ રહ્યા બાદ, 52મી મિનિટે ભારત માટે મનદીપ સિંહે બરાબરી કરી. હાર્દિક સિંહે આઠમી મિનિટે ભારત માટે પહેલો ગોલ કર્યો. યાંગ જિહુને 12મી મિનિટે અને કિમ હ્યોનહોંગે 14મી મિનિટે કોરિયા માટે ગોલ કર્યો.
ભારતનો આગામી મુકાબલો ગુરુવારે મલેશિયા સામે થશે. સાઉથ કોરિયા ચીનનો સામનો કરશે. સુપર-4માં મલેશિયાએ ચીનને હરાવીને પોતાની પહેલી મેચ જીતી છે.
બંને ટીમ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરી શકી ન હતી. ચોથા ક્વાર્ટરમાં, ભારતે 52મી મિનિટે એટેકિંગ ગેમ રમી અને ગોલ કરીને સ્કોર 2-2 થી બરાબર કર્યો. મેચ આ સ્કોર લાઇન સાથે સમાપ્ત થઈ અને બંને ટીમને સુપર-4માં 1-1 પોઈન્ટ મળ્યો.