અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટની શરૂઆત યાદગાર બની હતી. જેમાં બન્ને દેશના વડાપ્રધાનો હાજર રહ્યા હતા. બન્ને PM એકસાથે મેદાન પર પહોંચ્યા હતા. બન્ને પહેલા પોતપોતાના દેશના ખેલાડીઓને મળ્યા હતા.
મોદીએ રોહિતને અને અલ્બેનીઝ સ્ટીવ સ્મિથને કેપ પહેરાવી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે કેપ્ટન અને બે પીએમનો ઐતિહાસિક ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. મોદી અને અલ્બેનીઝે ગોલ્ફ કારમાં મેદાનની મુલાકાત પણ લીધી હતી.
PM મોદી ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ સાથે મેદાન પર પહોંચ્યા હતા. જ્યાં બન્ને દેશના PM રાષ્ટ્રગીત સમયે ટીમ સાથે ઊભા રહ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના PMના ખભે હાથ રાખીને ઊભો રહ્યો હતો. જ્યારે રોહિત શર્મા અને PM મોદી વચ્ચે થોડું અંતર હતું.
જ્યાં બન્ને ટીમ રાષ્ટ્રગીત માટે ઉભી રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો. PMએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી, રાષ્ટ્રગીતમાં પણ ટીમ સાથે ઉભા રહ્યા હતા. બાદમાં તેઓ PM અલ્બેનીઝ સાથે સ્ટેન્ડ પર પાછા ફર્યા હતા.
PM મોદી સવારે 8.30 વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યા હતા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.