ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.
હવે ટીમ ઈન્ડિયાનું મિશન વન-ડે વર્લ્ડ કપ પર છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર યોજાવવાનો છે. ટીમ ઈન્ડિયાએ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતની ધરતી પર જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને 28 વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે આ વખતે ખૂબ જ તૈયારી કરવી પડશે. કારણ કે ટીમ ઈન્ડિયાના ચાહકો આ વખતે ફરી રસ્તાઓ પર ઉતરીને વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરવા માગે છે.