Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ મંગળવારે એબી ડિવિલિયર્સની સાથે યુટ્યુબ પર 'ધ 360 શો' માટે લાઇ સેશન કર્યો હતો. આ દરમિયાન એબી અને કોહલીની વચ્ચે ઘણી ઇવેન્ટ્સને લઈને વાતચીત થઈ હતી. કોહલીએ પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઇફની વિશે વાત કરી હતી.


કોહલીએ જણાવ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટને વધુ સમ્માન આપે છે. એટલે જ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી જ સદીનો દુકાળ ખતમ કર્યો હતો. સાથે જ વિરાટે પોતાની પર્સનલ લાઇફની વિશે પણ વાત કરી હતી.

જાણો અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત કેવી રીતે થઈ...
વિરાટે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે 'વર્ષ 2013માં ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ મળી હતી. આ પછી જ મને એડ કરવાની ઑફર મળી હતી. મારા મેનેજરે કહ્યું હતું કે મારું શૂટ અનુષ્કાની સાથે થવાનું છે. મારા દિલમાં અનુષ્કા માટે ખૂબ જ ઇજ્જત હતી. એડ વિશે ખબર પડી તો હું તો નવર્સ થઈ ગયો હતો. તેને મળીને પહેલા તો ખૂબ જ ડરતો હતો.'

'જ્યારે તે મારી સામે આવી, તો તેણે નાનકડી હીલ પહેરી રાખી હતી, કારણ કે તે પહેલાથી જ હાઇટમાં મારાથી બરાબર પર હતી. હું નર્વસ થઈ ગઈ અને તેમને પૂછ્યું હતું કે 'શું તમે આનાથી મોટી હીલ ના પહેરી શક્યા હોત? તો આના પર તેણે કોઈ જ જવાબ આપ્યો નહોતો.'

'જોકે આખો દિવસ શૂટ કર્યા પછી હું તેની સાથે કમ્ફર્ટેબલ થઈ ગયો હતો. મને સમજમાં આવી ગયું હતું કે અનુષ્કા પણ મારી રીતે જ નોર્મલ છે. અમારી બન્નેની ઘણી વાતો કોમન નીકળી હતી. જેમ કે અમે બન્ને મિડલ ક્લાસ ઘરમાં રહીને મોટા થયા છીએ. અમારી વચ્ચે દોસ્તી ઘણી ગાઢ થતી ગઈ અને પછી અમે ડેટ કરવા લાગ્યા હતા.'