શ્રીહરિ અને શિવપૂજાનો મહિનો વૈશાખ 19 મે સુધી રહેશે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ હિન્દું મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે, તેથી પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનંત શુભ ફળ મળે છે.
સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાણ્યે-અજાણ્યે તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ કહેવાયું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.
સ્નાન અને જળ દાનનું વિશેષ મહત્વ
વૈશાખ માસને સ્કંદ, પદ્મ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને મહાભારતમાં ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી, પાણીના કુંડમાં સ્નાન કરવાથી અને તીર્થયાત્રા કરવાથી તમામ પ્રકારના દુ:ખનો અંત આવે છે. વૈશાખ મહિનામાં આ કામો કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે.
ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી-
સૂર્યોદય પહેલાં ઊઠો અને પાણીમાં ગંગાજળ અથવા કોઈપણ પવિત્ર નદીનું પાણી ભેળવીને સ્નાન કરો. આ પછી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો. પૂજા બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો સારું રહેશે.
ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો. ચરણામૃત લો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાનને ફૂલ, ધૂપ, પ્રસાદ વગેરે ચઢાવો. દીવો પ્રગટાવો. વિષ્ણુ સહસ્ત્રનમનો જાપ કરો. વ્રતની કથા સાંભળો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરીને આશીર્વાદ મેળવો.