સૂર્યાની પહેલી સદી (49 બોલમાં અણનમ 103)ની મદદથી મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે 27 રને જીત અપાવી હતી. આ જીત સાથે ટીમે ટેબલમાં ત્રીજા નંબર પર પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. ટીમના ખાતામાં 14 પોઇન્ટ્સ છે અને તે પ્લેઓફથી 3 પોઈઇન્ટ્સ દૂર છે, જ્યારે પ્લેઓફના થ્રેશોલ્ડ પર ઉભેલા ગુજરાતની રાહ વધી ગઈ છે. ટીમ ક્વોલિફિકેશનથી એક જીત દૂર છે.
વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સૂર્યકુમાર યાદવની પ્રથમ IPL સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતના બેટર્સ 20 ઓવરમાં 8 વિકેટે 191 રન જ બનાવી શક્યા હતા. રાશિદ ખાને એકલાહાથ લડત આપી હતી. તેણે 32 બોલમાં 79* રન ફટકાર્યા હતા.