અમદાવાદમાં IPL-2023 ફાઈનલની આજની મેચ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતી કાલે રિઝર્વ-ડે તરીકે રમાશે. અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી નથી. IPL અને BCCIએ સત્તાવાર એવી પણ જાહેરાત કરી છે કે આજની મેચની ટિકિટ આવતીકાલે ફિઝિકલી માન્ય રહેશે. હવે સોમવારે સાંજે IPL ફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ ભારે વરસાદને કારણે રમાઈ શકી નહોતી. રવિવારે અમદાવાદમાં સાંજથી શરૂ થયેલો વરસાદ કટ ઑફ ટાઈમમાં 12:06 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે મેચને રિઝર્વ ડેમાં ખસેડવામાં આવી હતી. હવે આવતીકાલે રાત્રે 7:30 વાગ્યાથી મેચ રમાશે.
જો વરસાદને કારણે મેચ રદ થાય તો ટ્રોફી કોને મળશે તે અંગે કોઈ જાહેરાત નથી, પરંતુ ICC ટુર્નામેન્ટની ફાઈનલ રદ થાય ત્યારે ટ્રોફી શેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં IPLમાં પણ ફાઈનલ કેન્સલ થાય તો ટ્રોફી શેર થવાની શક્યતા છે.