Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોહિલવંશના ભાવનગર રાજ્યના શાસકોએ રાજ્યના લોકોની આર્થિક સમૃદ્ધિ તો વધારી જ પરંતુ તેની સાથે રાજ્યના પ્રાકૃતિક વિસ્તારનું પણ ઊંડું જ્ઞાન હોય નૈસર્ગિક સંપદા પણ વિસ્તારી હતી. તાજેતરમાં ભારતમાં ચિત્તાનું દશકાઓ બાદ મધ્યપ્રદેશમાં પુનરાગમન થયું તે સમાચાર ચમકી રહ્યા છે ત્યારે ભાવનગરના ગોહિલ વંશના મહારાજા ભાવસિંહજી બીજા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી શિકારી ચિત્તાઓને પાળવાના શોખીન હતા.

મહારાજા ભાવસિંહજી બીજા અને કોલ્હાપુરના મહારાજા શાહુજી બંને જીગરજાન મિત્રો હતા અને બંનેને ચિત્તાઓ પાળવાનો શોખ હતો. મહાત્મા ગાંધીજી ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાને મહેલમાં મળવા ગયા ત્યારે શિકારી ચિત્તાઓના ઉછેર અને તાલીમથી અત્યંત પ્રભાવિત થયા હતા. જે પ્રાણીનો સ્વભાવજ હિંસક છે તેને પાલતુ બનાવવાની તાલીમ નથી ગાંધીજીને તેઓના અહિંસક આંદોલનને પણ સફળતા મળશે જ એવી અનુભૂતિ પણ થઈ હતી.

શિકાર માટે કાળિયારના વસવાટોમાં છોડવામાં આવતા
શામળદાસ આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. લક્ષ્મણ વાઢેર જણાવે છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને શિકારી ચિત્તાઓ પાળવાનો જબરો શોખ હતો. આ શિકારી ચિત્તાઓને તાલીમની પૂરતી વ્યવસ્થા હતી. આ ચિત્તાઓને બળદગાડામાં બેસાડીને શિકાર માટે કાળિયારના વસવાટોમાં છોડવામાં આવતા હતા.

નીતિ ભ્રષ્ટ કર્મચારી ખૂબ ભયભીત થઈ જતા
રાજવી કૃષ્ણકુમારસિંહજીના શાસન તંત્રમાં લોક કલ્યાણની પ્રવૃત્તિ અંતર્ગત કોઈ ભ્રષ્ટાચાર કે ફરિયાદ આવે તો તેઓ જે તે કર્મચારી કે અધિકારીની સંપૂર્ણ તપાસ કરી આ કર્મચારીને પોતાની પાસે બેઠેલા ચિતા પાસે બેસવાનો આગ્રહ કરતાં ત્યારે નીતિ ભ્રષ્ટ કર્મચારી ખૂબ ભયભીત થઈ જતા અને મહારાજા આ કર્મચારીને કહેતા ચિત્તાથી ડરશો નહીં અને પછીથી આવા ભ્રષ્ટ કર્મચારીને નોકરીમાંથી રૂખસદ આપી દેતા હતા.