Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્મોલ-કેપ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત લગભગ તમામ બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા. સ્મોલ-કેપ ફંડ્સે જાન્યુઆરી અને જૂન વચ્ચે સરેરાશ 13.42 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, સેન્સેક્સ 6.37 ટકા અને નિફ્ટી 6 ટકા સુધી વધ્યો હતો.


બીએસઇ મિડકેપને બાદ કરતાં અન્ય કોઈ બેન્ચમાર્ક ઈન્ડેક્સ 13 ટકાથી વધુ વધ્યો નથી.દેશમાં સ્મોલ-કેપ કેટેગરીમાં લગભગ 24 યોજનાઓ છે. આ તમામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે રોકાણકારોને પોઝિટીવ રિટર્ન આપ્યું હતું. એચડીએફસી સ્મોલ-કેપ ફંડે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 17.53 ટકા રિટર્ન આપ્યું છે. મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ-કેપ ફંડ 17.51 ટકા રિટર્ન સાથે બીજા ક્રમે છે. બીજી તરફ, PGIM ઇન્ડિયા સ્મોલ-કેપ ફંડે 4.71% નું સૌથી ઓછું રિટર્ન આપ્યું છે.

2022માં કુલ રોકાણના 90% માત્ર 6 મહિનામાં
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી બોડી એમ્ફીના અહેવાલ અનુસાર 2023ના પ્રથમ 6 મહિનામાં સ્મોલકેપ ફંડ્સમાં આશરે રૂ.18,000 કરોડનું રોકાણ થયું હતું. તેની સરખામણીમાં, સમગ્ર 2022માં આ કેટેગરીના ફંડોએ કુલ રૂ.20000 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું.