જાન્યુઆરી-માર્ચ 2020 કોવિડથી પહેલાનું છેલ્લું સામાન્ય ક્વાર્ટર હતું. ત્યારબાદ શેરમાર્કેટ ઝડપી ગતિએ નીચે આવ્યું હતું. જો કે કેટલાક મહિના બાદ રિકવરી અને હવે સર્વાધિક સ્તરની આસપાસ છે. દરમિયાન અનેક કંપનીઓના શેર્સ મલ્ટી બેગર બનીને ઉભર્યા હતા. દેશમાં 337 શેર્સમાં 1 જાન્યુઆરી 2020થી લઇને આ વર્ષના જૂન સુધી 500% એટલે છ ગણાથી વધુ રિટર્ન મળ્યું છે. તેમાંથી 213 શેર્સમાં 500-1,000% સુધીનું રિટર્ન મળ્યું છે. એક કંપની રાજ રેયૉન ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 26,000%નો ઉછાળો જોવા મળ્યો છે. અનેક કંપનીઓ એવી પણ હતી જેમણે જૂન ક્વાર્ટરમાં ખોટ નોંધાવી હતી, પરંતુ તેના શેર્સમાં અનેકગણો વધારો પણ થયો હતો.
ચંદ્રયાન-3: એરોસ્પેસ, ડિફેન્સ શેર્સ ચાંદની જેમ ચમક્યાં
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે જેના અનુસંધાને એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલ કંપનીઓના શેર લાઇમલાઇટમાં રહ્યાં છે અને આગળ જતા મજબૂત પ્રદર્શન કરે તેવો અંદાજ છે. સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોક 14.91 ટકા વધ્યો, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ લિમિટેડ 5.47 ટકા, MTAR ટેક્નોલોજીસ 4.84 ટકા અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 3.57 ટકા વધ્યો. ઘણી કંપનીઓ પણ 52-સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી છે. લાર્સન એન્ડ ટર્બો, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ અને વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ આ મિશન સાથે સંકળાયેલી છે. જો મિશન સફળ થાય છે, તો તે રોકાણના નવા રસ્તાઓ ખોલી શકે છે.ચંદ્રયાન-3 તેના મિશનની ખૂબ નજીક આવી ગયું છે. તે ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયો છે. રોકાણકારોની અપેક્ષાઓ પણ વધી રહી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સિવાય પણ ઘણી કંપનીઓએ ચંદ્રયાન-3ની આ યાત્રામાં મોટી ભૂમિકા ભજવી છે. જો મિશન સફળ રહેશે તો આ કંપનીઓના શેરમાં બમ્પર ઉછાળો આવવાની શક્યતા છે.