વિયરેબલ ડિવાઇઝનો આ દિવસોમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વિયરેબલ મેડિકલ અથવા હેલ્થ અને ફિટનેસ ડિવાઇઝની વૈશ્વિક માંગ 2032 સુધી અંદાજે 28%ના વાર્ષિક દરે વધવાનો અંદાજ છે. કોવિડ દરમિયાન અને ત્યારબાદ વિયરેબલ મેડિકલ અને હેલ્થ ડિવાઇઝ જેમ કે સ્માર્ટવોચ, ફિટનેસ બેન્ડ, ફિટનેસ ટ્રેકર વગેરેની માંગ ખૂબ જ વધી છે.
આજકાલ સ્માર્ટફોનમાં પણ એવી એપ આવે છે અથવા થર્ટ પાર્ટી એપ ડાઉનલોડ કરી શકાય છે જે તમારી ફિટનેસ અને હેલ્થ એક્ટિવિટીને મોનિટર કરે છે. તદુપરાંત વિયરેબલ એક્ટિવિટી ટ્રેકર, વાયરલેસ કનેક્ટેડ સ્કેલ, બીપી કફ, પલ્સ ઑક્સીમીટર, ગ્લૂકોમીટર જેવા અનેક ઉપકરણો પણ માર્કેટમાં તેજીથી વેચાઇ રહ્યાં છે.
મહત્તમ હેલ્થ વિયરેબલ્સના યૂઝર્સ અનુસાર આ વિયરેબલ્સ તેમને હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં સમયસર પોષ્ટિક આહારનું સેવન, નિયમિતપણે કસરત, વૉકિંગ અથવા રનિંગ, સમય પર પર્યાપ્ત નિંદ્રા, તણાવરહિત રહેવું વગેરે સામેલ છે. લોકો મોટા પાયે આ સેલ્ફ ટ્રેકિંગ ડિવાઇઝના માપદંડોને જાળવી રાખવા માટે મહેનત કરતા નજરે પડે છે.
હેલ્થ અને ફિટનેસ ડોમેનમાં ડેટા પોઇન્ટ્સના માધ્યમથી બ્લડપ્રેશર, હૃદયના ધબકારા, રેસ્પિરેટરી રેટ, ઊંઘવાની પેટર્ન, એક્ટિવિટી લેવલ અને નિર્ધારિત મર્યાદામાં કાયમ રાખવામાં પ્રયાસ કરે છે. હેલ્થ વિયરેબલ મારફતે યૂઝર્સ પોતાના આરોગ્યને આ મેટ્રિક્સ પર માપે છે અને તેમને એક સ્વસ્થ જીવનશૈલીનો આધાર માને છે. જો કે IIM કોઝિકોડના ફેકલ્ટી મેમ્બર મોહમ્મદ શાહિદ અબ્દુલ્લા અને ડિજિટલ વર્કપ્લેસ પર એક સ્વતંત્ર સલાહકાર મનોશિજ બેનર્જીના ફોર્બ્સ ઇન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, અનેક લોકો માટે આ હેલ્થ અને ફિટનેસ ટ્રેકર એક પ્રકારે આદત બની ગઇ છે અને તેઓ સતત તેને અનુસરતા રહે છે અને તેમના નિર્ધારિત માનકોને પૂરા કરવા માટે પ્રયાસ કરે છે. આ માનકોની મર્યાદામાં જરા પણ ફેરબદલ આ હેલ્થ વિયરેબલ્સ યૂઝર્સ માટે પરેશાનીનું કારણ પણ બની જાય છે.