Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીજી મેચ જીતી લીધી છે. ટીમે હોમ ગ્રાઉન્ડ પર ત્રણેય મેચ જીતી હતી, આ વખતે CSKએ કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. KKRની 17મી સિઝનમાં આ પહેલી હાર છે, આ પહેલાં ટીમે સતત 3 મેચ જીતી હતી.


CSKએ સોમવારે ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. CSK તરફથી રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેએ 3-3 વિકેટ લીધી હતી. ચેન્નઈએ 18મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી હતી. તેણે 67 રન બનાવ્યા હતા.