વર્ષ 2024ના પહેલા આઠ મહિના દરમિયાન $12.2 અબજના સોદાના મૂલ્ય સાથે 227 આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. આ રકમ વર્ષ 2023માં એકત્ર કરાયેલા $4.3 અબજની તુલનાએ ત્રણ ગણી વધુ છે. ગ્લોબલડેટાના રિપોર્ટ અનુસાર APAC પ્રાંતમાં, ભારત મજબૂત પરફોર્મર તરીકે ઉભર્યું છે, જે આઇપીઓની સફળતમાં નોંધપાત્ર રીતે યોગદાન આપી રહ્યું છે. એશિયા-પેસિફિક પ્રાંતમાં આઇપીઓ માર્કેટમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે, જેમાં સતત ફુગાવાના દબાણ અને ભૌગોલિક રાજકીય તણાવ છતાં વૃદ્ધિ તરફનું મોમેન્ટમ જોવા મળ્યું છે.
સેક્ટર પ્રમાણે IPO માર્કેટમાં 105 ટ્રાન્ઝેક્શન સાથે ટેક્નોલોજી અને કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી ટોચ પર રહી હતી, જેના દ્વારા $2.4 અબજનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. $2.2 અબજના એકંદર મૂલ્યની 68 ડીલ્સ સાથે કંસ્ટ્રક્શન સેક્ટર બીજા ક્રમાંકે રહ્યું હતું. ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને સમગ્ર પ્રાંતમાં ડિજિટલ સોલ્યૂશનની વધતી માંગથી વધુને વધુ રોકાણકારો આકર્ષિત થઇ રહ્યા છે.
એશિયા-પેસિફિકમાં 575 IPOએ $24 અબજ એકત્ર કર્યા વર્ષ 2024ના પ્રથમ આઠ મહિનામાં એશિયા-પેસિફિક માર્કેટમાં આઇપીઓ ગતિવિધિની ભરમાર જોવા મળી હતી, જેમાં 575 લિસ્ટિંગ મારફતે $23.7 અબજની રકમ એકત્ર કરવામાં આવી હતી. જે વર્ષ 2023ની તુલનામાં તેમાં 15.6%નો ગ્રોથ દર્શાવે છે અને સાથે જ કેપિટલ માર્કેટની મજબૂતીને પણ દર્શાવે છે.