થાઇલેન્ડ, ઇન્ડોનેશિયાની જેમ હવે વિયેતનામ પણ ગુજરાતી પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયારી કરી રહ્યું છે. વિયેતનામ ટુરિઝમ વિભાગે ખાસ ગુજરાતી પ્રવાસીઓ માટે ભારતીય શૅફને પોતાના દેશમાં આમંત્રણ આપ્યું છે. વિયેતનામ ટુરિઝમ ગુજરાતીઓને ગુજરાતી-ભારતીય ભોજન મળી રહે તે માટે એર કનેક્ટિવિટીની સાથે સાથે ફૂડ કનેક્ટિવિટી વધારી રહ્યું છે. જાણીતાં પ્રવાસન સ્થળો ઉપર ભારતીય ભોજન મળે એે માટે વિયેતનામ ટુરિઝમ ભારતીય રેસ્ટોરન્ટ્સને આમંત્રણ આપશે.
દિવાળી વેકેશન કે સમર વેકેશન હોય હરવા ફરવા માટે ગુજરાતીઓ હંમેશા મોખરે રહે છે. હાલમાં હોલીડે ટ્રીપ માટે થાઈલેન્ડ, મલેશિયા અને વિયેતનામ હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. સામાન્ય રીતે ભારતીય પ્રવાસીઓમાં વિદેશ પ્રવાસ દરમિયાન ગુજરાતીઓ ભારતીય કુઝીન વધુ પસંદ કરે છે.” એમ ટ્રાવેલ કન્સલ્ટન્ટ વિનોદ ગજરે જણાવે છે.
ખાસ ફૂડ પોલિસી લવાશે અને પ્રમોશનલ એક્ટિવિટી શરૂ કરાશે માત્ર છેલ્લા નવ જ મહિનામાં 1.40 લાખ જેટલા ભારતીયોએ દા-નાંગની મુલાકાત લીધી છે. ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓને વિયેતનામમાં ભારતીય કે ગુજરાતી ભોજન મળી રહે તે માટે અમે ખાસ ફૂડ પોલિસી અને પ્રમોશનલ એક્ટિવિટી કરીશું. જે અંતર્ગત જુદાં જુદાં ભારતીય રેસ્ટોરન્સ ને વિયેતનામ માં શરૂ કરી શકાશે. તદુપરાંત ભારતીય શેફને પણ વિયેતનામમાં આમંત્રીશું. જેથી પ્રવાસીઓને પોતીકું ભોજન મળી રહે. હાલમાં દા-નાંગમાં 38 જેટલી ભારતીય રેસ્ટોરન્ટ છે. - તેને વોંગ બોંગ, દા-નાંગ ટુરિઝમના ડેપ્યુટી ડાયરેક્ટર