Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચેન્નઈ સુપર કિંગ્સને IPL-2025માં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે રમાયેલી બીજી મેચમાં, CSKનો રાજસ્થાન રોયલ્સ સામે 6 રને પરાજય થયો. રાજસ્થાનને આ સીઝનમાં પહેલી જીત મળી છે, જ્યારે ચેન્નઈની આ બીજી હાર છે.


ગુવાહાટીમાં 183 રનના ટાર્ગેટને ચેઝ કરતા ચેન્નઈ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શક્યું. રવીન્દ્ર જાડેજા 32 રન બનાવી અણનમ રહ્યો. એમએસ ધોની 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 63 રનની ઇનિંગ રમી. RR તરફથી વાનિન્દુ હસરંગાએ 4 વિકેટ લીધી.

ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા. નીતિશ રાણાએ 36 બોલમાં 81 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન રિયાન પરાગે 37 રન બનાવ્યા હતા. CSK તરફથી ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મથીશ પથિરાનાએ 2-2 વિકેટ લીધી.