Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પંજાબ કિંગ્સે IPL ઇતિહાસનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કરી બતાવ્યો. મંગળવારે મુલ્લાંપુરના મહારાજા યદુવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં પંજાબે બેટિંગ પસંદ કરી. ટીમ 111 રન જ બનાવી શકી. જવાબમાં KKR 95 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.


પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ લઈને મેચ પલટાવી. માર્કો યાન્સેને 3 વિકેટ લીધી. પ્રભસિમરન સિંહે 30 અને પ્રિયાંશ આર્યએ 22 રન બનાવ્યા. કોલકાતા તરફથી હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 2-2 વિકેટ મળી.

પંજાબે સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કર્યો પંજાબે 112 રન ડિફેન્ડ કર્યા, ટીમે IPLનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કર્યો. તેમના પહેલાં 2009માં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે જ 116 રન ડિફેન્ડ કર્યા હતા. ત્યારે પંજાબ 92 રન જ બનાવી શકી હતી.