અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાતની સાથે સાથે ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 23, એપ્રિલના વોશિંગ્ટનની મુલાકાત લઈ વેપાર સંધિને અંતિમ મૂકામે લઈ જવા વાટાઘાટ કરવાની તૈયારી અને બીજી તરફ ચાઈના પણ ભારતથી આયાત વધારવા તૈયાર હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટે વિદેશી ફંડોની ભારતીય શેરબજારમાં અવિરત આક્રમક ખરીદી રહેતા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા-ભારત વચ્ચે એલ્યુમીનિયમ, ઓટો, સ્ટીલ સહિતમાં શૂન્ય ટેરિફની કોર્પોરેટ ઈન્ડિયાની પહેલ અને બીજી બાજુ વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાતથી પણ મોટી અપેક્ષાએ ફંડોની સતત ખરીદીએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.81% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.82% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, ટેક, પાવર, આઈટી, ફોકસ્ડ આઈટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4130 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1504 અને વધનારની સંખ્યા 2477 રહી હતી, 149 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 4 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. 2.58%, હિન્દુસ્તાન યુનીલીવર 2.09%, મહિન્દ્રા & મહિન્દ્રા 1.78%, કોટક બેન્ક 1.11%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.72% અને સન ફાર્મા 0.54% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 4.88%, પાવરગ્રીડ કોર્પ. 2.30%, ઇન્ફોસિસ લિ. 1.93%, ભારતી એરટેલ 1.68%, બજાજ ફિનસર્વ 1.25% અને એનટીપીસી લિ. 1.10% ઘટ્યા હતા.