Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તેંડુલકર-એન્ડરસ ટ્રોફીની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના બેટર્સે ધૂમ મચાવી. પહેલો દિવસ ભારતીય ટીમના નામે રહ્યો. ઓપનર્સે સારી શરૂઆત અપાવ્યા પછી કેપ્ટન ગિલ અને વાઇસ કેપ્ટન રિષભે દિવસના અંતે જોરદાર સ્કોર ઊભો કર્યો, પહેલા દિવસે જયસ્વાલ અને ગિલે સેન્ચુરી ફટકારી. તો રિષભ પંતે ફિફ્ટી ફટકારી. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 359/3 રહ્યો હતો.


અગાઉ, લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને ભારતીય ઓપનર્સે ખોટો સાબિત કર્યો અને અંગ્રેજ બોલર્સ પર પહેલાથી જ પકડ જમાવી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ 92 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેએલ રાહુલને બ્રાયડન કાર્સે આઉટ કર્યો. તો ડેબ્યૂટન્ટ સુદર્શન ઝીરોમાં આઉટ થયો. પહેલા દિવસના અંતે જયસ્વાલે 101 રન, શુબમન ગિલ 127* રન, રિષભ પંત 65* રન, કેએલ રાહુલ 42 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી. જ્યારે બ્રાયડન કાર્સને એક વિકેટ મળી.

હવે બીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર 500+ રન કરવા પર રહેશે. કારણ કે પહેલા દિવસે પીચ સપાટ દેખાતી હતી. મતલબ કે જેમ-જેમ રમત આગળ વધતી જશે, તેમ-તેમ પીચ સપાટ થતી જશે અને બેટિંગ માટે વધુ અનુકુળ થઈ જશે.