Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિવાઇઝ ઇનકમ ટેક્સ બિલ 2025 આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટ, સોમવારના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. શુક્રવારે (8 ઓગસ્ટ)ના રોજ, 31 સભ્યોની પસંદગી સમિતિએ ફેરફારો સૂચવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ 2025 પાછું ખેંચી લીધું.

સંસદીય સમિતિનો અહેવાલ 21 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં, સમિતિએ સૂચવ્યું હતું કે બિલમાં રહેલી બાબતોને વધુ સ્પષ્ટ અને કડક બનાવવી જોઈએ, અસ્પષ્ટ બાબતોને દૂર કરવી જોઈએ અને નવા કાયદાને હાલના માળખા સાથે જોડવો જોઈએ.

બિલમાં ઘણા શબ્દો અને નિયમોની વ્યાખ્યાઓ અગાઉ સ્પષ્ટ નહોતી. પસંદગી સમિતિએ તેમને વધુ સ્પષ્ટ અને કડક બનાવવાની ભલામણ કરી છે.4584 પાનાના અહેવાલમાં, સમિતિએ કુલ ૫૬૬ સૂચનો અને ભલામણો આપી છે.