Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં યજમાન ભારતને સતત બીજી હાર મળી છે. સાઉથ આફ્રિકા પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયા વુમન્સ ટીમને 3 વિકેટે હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ વુમન્સ વન-ડે ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો છે. વિશાખાપટ્ટનમમાં રવિવારે ભારતે 330 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.


ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એલિસા હીલીએ 142 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી. એલિસ પેરીએ અંતમાં 47* રન બનાવીને ટીમને જીત અપાવી. બોલિંગમાં એનાબેલ સધરલેન્ડે માત્ર 40 રન આપીને 5 વિકેટ ઝડપી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 80 અને પ્રતિકા રાવલે 75 રન બનાવ્યા. બોલિંગમાં શ્રી ચારણીને 3 વિકેટ મળી. દીપ્તિ શર્મા અને અમનજોત કૌરે 2-2 વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયાએ વુમન્સ વન-ડે ઇતિહાસનો સૌથી મોટો લક્ષ્યાંક ચેઝ કર્યો. ટીમે શ્રીલંકાનો રેકોર્ડ તોડ્યો, જેણે 2024માં સાઉથ આફ્રિકા સામે 305 રન બનાવ્યા હતા. આ ભારત સામે કોઈપણ ટીમ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો રન ચેઝ પણ રહ્યો છે.