Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાને અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવ્યું. રવિવારે 348 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ 26.2 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.


દુબઈમાં મેચ દરમિયાન થોડી નોકઝોક જોવા મળી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી જ બોલ પર છગ્ગો ફટકારીને ઝડપી શરૂઆત કરી. જોકે, આઉટ થયા પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે તેની બોલાચાલી થઈ ગઈ. વૈભવે પાકિસ્તાની પ્લેયર્સને ઈશારાથી પોતાનો બૂટ બતાવ્યો. જ્યારે ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેની ફાસ્ટ બોલર અલી રઝા સાથે પણ બોલાચાલી થઈ ગઈ.

પાકિસ્તાની ઇનિંગ્સની બીજી ઓવરમાં હમઝા ઝહૂરને જીવનદાન મળ્યું. હેનિલ પટેલનો લેન્થ બોલ અંદરની તરફ આવ્યો, જેના પર હમઝાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈમિંગ યોગ્ય ન રહ્યું. બોલ મિડ-ઓન તરફ હવામાં ગયો, જ્યાં એરોન જ્યોર્જ અને મિડવિકેટ પર ઉભેલા વેદાંત વચ્ચે તાલમેલનો અભાવ રહ્યો. બંને વચ્ચે યોગ્ય તાલમેલ ન બેસી શક્યો અને સરળ કેચ છૂટી ગયો.

Recommended