નેશનલ ગેમ્સની 37મી સિઝન 25 ઓક્ટોબરથી શરૂ થઈ છે. ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આજે (26 ઓક્ટોબર) નેશનલ ગેમ્સનો સત્તાવાર ઉદઘાટન સમારોહ શરૂ થયો હતો. પીએમ મોદી લગભગ 6.45 કલાકે સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, દેશ 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે.
રાષ્ટ્રીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પીએમ મોદીને નેશનલ ગેમ્સની મશાલ સોંપી. પીએમએ દર્શકોને સંબોધિત કર્યા હતા.
ભારત ઓલિમ્પિકની યજમાની માટે તૈયાર છે
મોદીએ કહ્યું, 'ભારત 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોવામાં જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે નવા ખેલાડીઓને તૈયાર કરવાની તક આપશે.