Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે નેધરલેન્ડ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવા માટે આવેલી નેધરલેન્ડ્સની ટીમ 46.3 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના બેટર્સે 180 રનનો ટાર્ગેટ 31.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

આ જીત સાથે અફઘાનિસ્તાન સેમિફાઈનલની રેસમાં યથાવત છે. ટીમ 7 મેચમાં ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાનના ખાતામાં 8 પોઈન્ટ છે. છેલ્લી 2 મેચમાં ટીમે શ્રીલંકાને 7 વિકેટે અને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

અફઘાન ટીમ તરફથી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 56 રનની અડધી સદી અને રહમત શાહે 52 રનની અડધી સદી રમી હતી. આ પહેલા મોહમ્મદ નબીએ 3 વિકેટ ઝડપી હતી.