આ વર્ષે મળનારા ખેલ અવોર્ડ માટે એથ્લેટ્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો અવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રન્કીરેડ્ડીને મળ્યો છે. તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન અવોર્ડ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે બધા જ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રોગ્રામનું આયોજન થશે. તેમાં જ આ જ ખેલાડીઓને અવોર્ડ મળશે. આ બધા જ અવોર્ડ રાષ્ટ્રપતિ આપશે. આ અંગેની જાહેરાત રમત મંત્રાલયે કરી છે.
26 એથલેટ્સને અપાશે અર્જુન અવોર્ડ
રમત મંત્રાલયના જણાવ્યા મુજબ, આ વખતે ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 એથ્લેટ્સને અર્જુન અવોર્ડ એનાયત થશે. જ્યારે મેજર ધ્યાનચંદ અવોર્ડ 2023 માટે બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રન્કીરેડ્ડીને સન્માનિત કરાશે. આ બધા જ એથ્લેટ્સને તેમના રમતમાં શાનદાર પરફોર્મન્સ માટે અવોર્ડ અપાશે.
રમત મંત્રાલયે જણાવ્યું હતું કે કમિટીની ભલામણોના આધારે અને તપાસ્યા પછી જ સરકારે આ બધા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને અવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.