વિરાટ કોહલી 12 વર્ષ પછી રણજી ટ્રોફીમાં પરત ફરી રહ્યો છે. તે અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમી રહ્યો છે. મેચના પહેલા દિવસે કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો. પ્રથમ ઇનિંગના અંતે દિલ્હીનો સ્કોર 41/1 છે. યશ ધુલ 17 રન બનાવીને અને સનત સાંગવાન 9 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
ગુરુવારે કોહલીની આ મેચ જોવા માટે 15 હજારથી વધુ ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં આવ્યા હતા. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. અન્ય એક મેચમાં, ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે મુંબઈ માટે હેટ્રિક લીધી. તેણે મેઘાલય સામેની પોતાની બીજી ઓવરમાં સતત 3 વિકેટ લીધી. આ કારણે મેઘાલયની ટીમ 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.