આગામી કેન્દ્રીય બજેટમાં 2024-25 રૂપિયાનો ખર્ચ અને વ્યાપક આર્થિક સ્થિરતા પર ફોકસ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. આના આધારે સ્ટોક માર્કેટમાં ઉતાર-ચઢાવ આવશે. જે બજારના વલણોને પ્રભાવિત કરશે. એમકે ગ્લોબલનું એનાલિસિસ છે કે શોર્ટ ટર્મમાં તેજી રહેશે. જેમાં ફાર્મા ઇન્ડેક્સ અગ્રણી છે, જ્યારે રિયલ્ટી અને પીએસયુ બેન્ક જેવા સેક્ટરે લાંબા ગાળાના પડકારોનો સામનો કરવો પડી શકે છે.
ધ મિન્ટના એક અહેવાલ અનુસાર, ભારતમાં બજારના ટ્રેન્ડને દિશા આપવામાં કેન્દ્રીય બજેટ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે આગામી કેન્દ્રીય બજેટ મૂડી ખર્ચ, મેન્યુફેક્ચરીંગ સેક્ટરના ગ્રોથને વેગ આપવા અને અર્થ વ્યવસ્થામાં વ્યાપક સ્થિરતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે. બજેટની જાહેરાતોનો શેરબજાર પર મોટો પ્રભાવ પડે છે.
બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે શોર્ટ, મીડિયમ અને લોન્ગ ટર્મના વિવિધ ઈન્ડેક્સમાં બજેટ પછીનું સ્ટોક માર્કેટ કેવું રહેશે, તેનું વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસ વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ ટ્રેન્ડ દર્શાવે છે, જે ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સને ચોક્કસ દિશા આપે છે.