ગુજરાત ટાઇટન્સે IPL 2025ના પ્લેઑફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટીમે રવિવારની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવ્યું. ગુજરાત આ સિઝનના પ્લેઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એટલું જ નહીં, ગુજરાતની આ જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સે પણ પ્લેઑફમાં સ્થાન મેળવી લીધું છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતે 200 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો. સાઈ સુદર્શને 61 બોલમાં અણનમ 108 રન ફટકાર્યા, જ્યારે કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં અણનમ 93 રનની ઇનિંગ રમી. તે 7 રનથી સદી ચૂક્યો. બંનેએ 114 બોલમાં 205* રનની ઓપનિંગ ભાગીદારી કરી.
આ પહેલાં, દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા. તેના તરફથી કેએલ રાહુલે 65 બોલમાં અણનમ 112 રનની શાનદાર ઇનિંગ રમી