Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બુલાવાયોમાં રમાઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન વિયાન મુલ્ડર પાસે બ્રાયન લારાનો 400* રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક હતી. બીજા દિવસે લંચ થયા પછી, મુલ્ડર 367 રનના સ્કોર પર અણનમ પેવેલિયન પરત ફર્યો, પરંતુ બ્રેક દરમિયાન તેણે ઇનિંગ્સ ડિક્લેર કરી. તે લારાનો રેકોર્ડ તોડવા ગયો નહીં કારણ કે તેને લાગ્યું કે આ રેકોર્ડ લારાના નામે જ રહેવો જોઈએ.

16 ઓક્ટોબર 1998ના રોજ માર્ક ટેલર ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો. પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તે 334 રન બનાવીને અણનમ રહ્યો, જેનાથી સર ડોનાલ્ડ બ્રેડમેનના સર્વોચ્ચ ટેસ્ટ સ્કોરની બરાબરી થઈ, ત્યારબાદ કેપ્ટન માર્ક ટેલરે ઓસ્ટ્રેલિયાનો દાવ ડિક્લેર કર્યો, જેથી તેઓ બ્રેડમેનના શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોરને પાર કરી શકતા અટકાવી શકાય.

મુલ્ડરે 297 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા મુલ્ડરે વીરેન્દ્ર સેહવાગ પછી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. સેહવાગે 2008માં સાઉથ આફ્રિકા સામે 278 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. મુલ્ડરે પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકા માટે સર્વોચ્ચ સ્કોર મુલ્ડર હાશિમ અમલા પછી ત્રેવડી સદી ફટકારનાર બીજો સાઉથ આફ્રિકાનો બેટર બન્યો. તેણે અમલાના 311 રનનો રેકોર્ડ પણ તોડ્યો. મુલ્ડરે બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર કવર દ્વારા બાઉન્ડરી ફટકારીને અમલાના રેકોર્ડને વટાવી દીધો.

Recommended