Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. આ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગુરુવારે બાંગ્લાદેશ પર 11 રનથી જીત મેળવીને પાકિસ્તાને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.


દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 136 રનના ટાર્ગેટને ચેઝ કરતા બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટે 124 રન જ બનાવી શક્યું. શમીમ હુસૈને સૌથી વધુ 30 રન બનાવ્યા. ટીમના બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. શાહીન શાહ આફ્રિદીએ 3 વિકેટ લીધી, અને સૈમ અયુબે 2 વિકેટ લીધી.

અગાઉ, ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા. મોહમ્મદ હારિસે 31, શાહીન શાહ આફ્રિદીએ 19 અને મોહમ્મદ નવાઝે 25 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ટીમે એક સમયે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી તાસ્કિન અહેમદે 3 વિકેટ લીધી, જ્યારે મેહદી હસન અને રિશાદ હુસૈને 2-2 વિકેટ લીધી.